જાણીતા સુપ્રસિદ્ધ હાસ્ય લેખક અને ગુજરાતી સાહિત્યના પ્રમુખ શ્રી બકુલભાઈ ત્રિપાઠીનું હાર્ટ એટેકથી દુ:ખદ અવસાન થયું છે. તેમના નિધનથી ગુજરાતી હાસ્ય જગતને ન પુરાય તેવી ખોટ પડી છે. ભગવાન તેમના આત્માને શાંતિ અર્પે તેવી રીડગુજરાતી તરફથી પ્રભુ પાર્થના.
Entries from August 2006
સુપ્રસિદ્ધ કવિ શ્રી વીર નર્મદની જન્મ જયંતી
August 24, 2006 · Leave a Comment
આજે તા.24-ઓગસ્ટ-2006 ના રોજ ‘જય જય ગરવી ગુજરાત’ ના સર્જક કવિ વીર શ્રી નર્મદની જન્મ જયંતી છે. સુરતમાં જન્મેલા અને કલમને ખોળે માથું મુકનારા આ કવિએ ગુજરાતી કાવ્યને અદ્દભુત ઉંચાઈ આપી. તેમના વીરરસ અને યુવાલક્ષી કાવ્યો આજે પણ લોકજીભે રમે છે. ‘યા હોમ કરીને પડો, ફતેહ છે આગે’ એ નર્મદના યુવા પ્રેરણાલક્ષી કાવ્યોનો પરિચય કરાવે છે. આ ઉપરાંત ગદ્ય ક્ષેત્રે પણ તેમણે સુંદર સર્જનો આપી નોંધપાત્ર સાહિત્ય નું સર્જન કર્યું છે. આજે તેઓ શ્રીની જન્મ જયંતિ પ્રસંગે, રીડગુજરાતી તેમને યાદ કરી વંદન કરે છે.
Categories: News
આજે ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતી
August 17, 2006 · 3 Comments
ગુજરાતી સાહિત્ય ને એક નવુ પરિમાણ આપનારા, યુવાનોલક્ષી સાહિત્ય લખનારા, ચોટીલામાં જન્મેલા લોકસાહિત્યકાર શ્રી ઝવેરચંદમેઘાણીની આજે 109મી જન્મજયંતીએ રીડગુજરાતી તેમને વંદન કરે છે. ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ કહી શકાય એવું રણજીતરામ સુવર્ણચંદ્રક મેળવનારા એ પહેલા ગુજરાતી સાહિત્યકાર હતા. યુવાનોને ઉત્સાહથી ભરી દેનારા ‘કસુંબીનો રંગ’ વગેરે જેવા તેમના કાવ્યો અને સાહિત્ય આજે પણ એટલા જ પ્રસ્તુત છે. આવો, આજના દિવસે (17-ઓગસ્ટ-2006) આપણે સૌ તેમના શુભ કાર્યને યાદ કરી, તેમનું સ્મરણ કરીએ.
Categories: News
અમેરિકામાં હ્યુસ્ટન ખાતે લોકમેળો
August 15, 2006 · Leave a Comment
તા-16-સપ્ટેમબર-2006 ના રોજ અમેરિકામાં હ્યુસ્ટન ખાતે સાહિત્યપ્રેમી જનતા માટે એક ‘લોકમેળા’ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 800 થી 1000 મુલાકાતીઓ આવશે તેવો અંદાજ છે. આ મેળાની વિશેષતા એ છે કે તેમાં ગુજરાતી સાહિત્યના સર્જકો પોતાનું પુસ્તક પ્રદર્શન/વેચાણ માટે મોકલી શકે છે. આ લોકમેળામાં બે રીતે પુસ્તકો મોકલી શકાય છે. (1) સર્જક રૂબરૂ પુસ્તકો લઈને આવે (2) 10 પુસ્તકો ‘ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટન લાઈબ્રેરી’ ને મોકલી આપે. મોકલવામાં આવેલા પુસ્તકો પ્રદર્શનમાં મૂકવામાં આવશે અને જે વેચાણ થયું હશે તેનો હિસાબ આપને મોકલાશે. પુસ્તકો મોકલવા માટે સરનામું તેમજ વધુ માહિતી માટે સંપર્ક કરો : શ્રી વિજય ભાઈ શાહ +1 281-564-5116 અથવા શ્રી રસેશભાઈ દલાલ +1 281-856-8577
Categories: News