રીડગુજરાતી : સાહિત્ય સમાચાર

લેખક શ્રી અમૃતલાલ વેગડને મળ્યો રાહુલ પુરસ્કાર

November 5, 2006 · No Comments

‘સ્મૃતિઓનું શાંતિનિકેતન’ લેખમાળાના સર્જક શ્રી અમૃતલાલ વેગડના નામથી ‘નવનીત સમર્પણ’ ના વાચકો સુપરિચિત જ હશે. ચિત્રકળાના અધ્યાપક શ્રી વેગડે નમર્દા પદયાત્રા વૃત્તાંતના બે પુસ્તકો ‘સૌંદર્યની નદી નર્મદા’ તથા ‘અમૃતસ્ય નર્મદા’ હિંદી તથા ગુજરાતીમાં લખ્યા, અને એ બદલ વિવિધ પુરસ્કારો સાથે તાજેતરમાં કેન્દ્રીય હિન્દી નિદેશાલયનો ‘હિંદીમેં ખોજ એવં સંધાન તથા યાત્રા-વિવિરણ’ માટે અપાતો મહાપંડિત રાહુલ સાકૃત્યાયન પુરસ્કાર (ઈ.સ. 2004 માટે) બે લેખકોને સંયુક્ત રૂપે મળ્યો, જેમાંના એક છે શ્રી અમૃતલાલ વેગડ. હિન્દી દિવસ 14, સપ્ટેમબર, 2006 ના રોજ દિલ્હી ખાતે મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા આ પુરસ્કાર એનાયત થયો. શ્રી વેગડને રીડગુજરાતીના હાર્દિક અભિનંદન.

Categories: News