કવિ-વિવેચક, સાહિત્ય સંસ્થાઓ ‘અક્ષરા’ અને ‘પ્રેમાનંદ સાહિત્ય સભા’ ના ટ્રસ્ટી શ્રી સતીશ ડણાકને નડીયાદની ‘હ્યુમન સોસાયટી ઓફ ઈન્ડિયા’ દ્વારા તેમના કાવ્ય સંગ્રહ ‘માછલીની આંખમાં આકાશ’ માટે સન 2006ના વર્ષનો શ્રેષ્ઠ કાવ્ય સંગ્રહ માટે અપાતો ‘ઉમાશંકર જોષી’ એવોર્ડ આપવામાં આવનાર છે. સતીષ ડણાકના અત્યાર સુધીમાં કવિતા, નિબંધ, વિવેચન અને સંપાદનના 18 જેટલા પુસ્તકો પ્રકાશિત થયા છે. વિશ્વભરમાં પ્રકાશિત થયેલા વિવિધ ‘હૂઝ હૂ’ માં પણ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે તેમના પ્રદાનની નોંધ લેવામાં આવી છે. અત્રે એ જણાવતા આનંદ થાય છે કે તેઓ શ્રી ‘રીડગુજરાતી વાર્તા-સ્પર્ધા 2006′ ના નિર્ણાયક પણ રહી ચૂક્યા છે. તેમને આ એવોર્ડ બદલ રીડગુજરાતી તરફથી તેમને ખૂબ ખૂબ અભિનંદન.
કવિ શ્રી સતીશ ડણાકને ‘ઉમાશંકર જોષી’ એવોર્ડ
November 9, 2006 · No Comments
Categories: News